તાલુકા કક્ષાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાનો ઉજ્જવળ દેખાવ

SB KHERGAM
0

   તાલુકા કક્ષાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાનો ઉજ્જવળ દેખાવ.



ખેરગામ તાલુકાના ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે તા. 18 જુલાઈ, 2026ના રોજ પાટી હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈના કન્વીનરપણા હેઠળ તાલુકા કક્ષાનો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ યોજાયો હતો.

આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 22 મેડલ હાંસલ કર્યા હતા. જેમાં 13 પ્રથમ, 7 દ્વિતીય અને 2 તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓએ શાળા તેમજ સમગ્ર બહેજ ગામનું ગૌરવ વધાર્યું છે.


આ સિદ્ધિ બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ, શાળાના આચાર્ય શ્રી સેજલભાઈ પટેલ, શાળા સ્ટાફ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ, સરપંચ શ્રીમતી ભાનુબેન પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, તાલુકા પંચાયતના સભ્યશ્રી, બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, બીટ નિરીક્ષક શ્રી કિરીટભાઈ સોલંકી, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, શ્રી પ્રશાંતભાઈ પટેલ, ગ્રામજનો તથા અન્ય આગેવાનોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


ઉલ્લેખનીય છે કે બહેજ પ્રાથમિક શાળાના 10 વિદ્યાર્થીઓ હવે 13 વિવિધ રમતોમાં જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તાલુકા કક્ષાની આ શાનદાર સફળતા બાદ હવે જિલ્લાકક્ષાએ પણ બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા, ગામ અને ખેરગામ તાલુકાનું નામ વધુ ગૌરવભેર રોશન કરશે તેવી આશા તમામ મહાનુભાવોએ વ્યક્ત કરી હતી.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top