ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ. તારીખ ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ દરમ્યાન ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ના શિક્ષકો માટે શારીરિક શિક્ષણ તથા ‘આનંદદાયી શનિવાર (Joyful Saturday)’ વિષયક ત્રણ દિવસીય તાલીમ સફળતાપૂર્વક યોજાઈ. આ તાલીમમાં તજજ્ઞશ્રીઓ તરીકે ધર્મેશભાઈ પટેલ (પહાડ ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ), ભાવિતાબેન પટેલ (વાડ મુખ્ય શાળા), દક્ષાબેન પટેલ (ગૌરી પ્રાથમિક શાળા) તેમજ માસ્ટર ટ્રેનર દિગ્વિજયસિંહ પરમાર (ડેબરપાડા પ્રાથમિક શાળા) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ અને ખેરગામ બીઆરસી શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્રણ દિવસીય તાલીમ દરમિયાન યૌગિક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા, સૂર્યનમસ્કાર, માસ પી.ટી., બેઠકના દાવ, ડંબેલ્સ, ઘાટી લેજિમ, વિવિધ રમતો, ચિત્રકલા-ક્રાફ્ટ, સંગીત વગેરે વિષયોમાં પ્રેક્ટિકલ આધારિત તાલીમ આપવામાં આવી. ‘આનંદદાયી શનિવાર’ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસન...
ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી. ખેરગામ: ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત આયોજન હેઠળ વલ્લભ વિદ્યાનગર ખાતે “લોકકથા કથન શૈલી” વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકસાહિત્યના સંશોધકો, પ્રાધ્યાપકો અને લોકકલાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના લોકકલાકાર વલ્લભ ભોયા તથા તેમની ટીમે ઢાક વાઘના તાલે ગવાતી પરંપરાગત આદિવાસી લોકકથાનું જીવંત પ્રસ્તુતિકરણ કર્યું હતું. કુકણા ભાષામાં રજૂ થયેલી આ કથાગાયકીમાં ઢાક, થાળી અને ઘાંઘળી જેવા પરંપરાગત વાદ્યોના સંગાથે અનોખું સંગીતમય માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત મહાનુભાવોએ ખૂબ જ સરાહ્યું હતું. સેમિનારમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકથા પરંપરાઓનું પ્રદર્શન અને શૈક્ષણિક પરિષદો દ્વારા તેના ઐતિહાસિક, ભાષાશાસ્ત્રીય અને સાંસ્કૃતિક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવંત રહેલી કથાગીત પરંપરાએ સંશોધકોમાં વિશેષ રસ જગાવ્યો હતો. તોરણવેરા-બારત...
વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલી વાડ મુખ્ય પ્રાથમિક શાળા હંમેશા તેના શૈક્ષણિક સ્તર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી રહી છે. શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત ન રહેતા, બાળકની આંતરિક શક્તિઓ ખીલે તે હેતુથી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ શાળામાં 'રંગોત્સવ' નામના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંતના આ ગાળામાં યોજાયેલા આ ઉત્સવે સમગ્ર વાડ ગામમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ ભરી દીધો હતો. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ઈશ્વરની આરાધનાથી થાય છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પટાંગણમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી. (SMC) ના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જશોદાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઇ કે. પરમાર, બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઇ તેમજ ઘટક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇએ દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની માંગલિક શરૂઆત કરાવી હતી.દીપ પ્રાગટ્ય બાદ શાળાની બાળાઓ દ્વારા સુમધુર સ્વ...
Comments
Post a Comment