વાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

  વાવ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.


ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે માનનીય કાર્યપાલક ઇજનેર, નવસારી શ્રી કે. એમ. પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ઉપરાંત CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર તેમજ 100 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે યોજાયેલી એસ.એમ.સી. બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.


કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી મનીષભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, વાલીઓ અને એસ.એમ.સી.ના સભ્યોનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રસંગે શામળા ફળિયા સીઆરસી સંકલનકાર શ્રીમતી ટીનાબેન પટેલ, શ્રીમતી વૈશાલીબેન, પી.એમ.શ્રી. શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ સોલંકી, ગામના આગેવાનો, વાલીઓ તથા એસ.એમ.સી.ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.