આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.
આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.
વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન આદિવાસી વાદ્ય તારપાનું વર્ષોથી જતન અને સંવર્ધન કરી રહેલા રંજનભાઈ નંદુભાઈ બિરારી, એટલે કે રંજન કાકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસ્સલ આદિવાસી પહેરવેશમાં અને હાથમાં તારપુ લઈને તારપુ વગાડતા વગાડતા તેઓ કાર્યક્રમના સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની આગવી એન્ટ્રીએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રંજન કાકાએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકવાદ્ય તારપાની આગવી ઓળખને જીવંત રાખી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ તેમની કલા અને આદિવાસી વારસાના જતન બદલ તેમની પ્રશંસા કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોને તેમની કલાની વિશેષતા અંગે માહિતગાર કર્યા હતા.
મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રીમતી આસ્થા સોલંકીના હસ્તે રંજન કાકાનું સન્માન કરવામાં આવ્યું હતું.
દ્વારા પરંપરાગત આદિવાસી વાદ્ય તારપાનું જતન અને નવી પેઢી સુધી તેની ઓળખ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.
રંજન કાકા વર્ષોથી તારપા વાદ્ય સાથે વલસાડ, નવસારી, સોનગઢ, વ્યારા સહિતના વિસ્તારો તેમજ અમદાવાદ સુધી યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમના
દ્વારા પરંપરાગત આદિવાસી વાદ્ય તારપાનું જતન અને નવી પેઢી સુધી તેની ઓળખ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ આ સન્માનથી રંજન કાકા ઉપરાંત સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ રંજન કાકાને તેમના સાંસ્કૃતિક યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
-૦૦૦-


Comments
Post a Comment