Valsad : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તા. ૧૩ ફેબ્રુઆરીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.

SB KHERGAM
0

 

Valsad : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તા. ૧૩ ફેબ્રુઆરીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.

 રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી સંવાદ કરશે

શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે. 

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજે તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૧-૧૦ કલાકે ધરમપુરના માલનપાડા હેલીપેડ ખાતે ઉતરશે ત્યાંથી સવારે ૧૧-૩૦ કલાકે ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શનાર્થે પધારશે, સૌ પ્રથમ રાજ દરબારમાં જ્યાં ભવ્ય ૩૪ ફૂટની શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન અને પ્રક્ષાલ કરી ૧૦૮ - સ્તંભના ભવ્ય જિનમંદિર તરફ દર્શનાથે આગળ વધશે. સવારે ૧૧-૪૦ થી ૧૨-૩૦ કલાક સુધી સત્સંગ અને ધ્યાન સંકુલ રાજ સભાગૃહનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીના આગમનને વધાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ૧૨-૪૦ થી ૧- ૨૫ વાગ્યા સુધી પીએમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી સંવાદ કરશે.

 આદિમ જૂથના લાભાર્થીઓમાં વલસાડ જિલ્લાના કોટવાળિયા/ કોલચા-કોલધા સમુદાયના ૫૦ લાભાર્થીઓ, નવસારી જિલ્લાના કોટવાળિયા/ કોલચા-કોલધા સમુદાયના ૨૫ લાભાર્થીઓ, ડાંગ જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૦, સુરત જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૫, તાપી જિલ્લાના કોટવાળિયા/કાથોડી/ કોલચા-કોલધા સમુદાયના ૨૫, નર્મદા જિલ્લાના કોટવાળિયા/કોલચા-કોલધા સમુદાયના ૨૫, અમદાવાદ જિલ્લાના પઢાર સમુદાયના ૨૫ અને ગીર સોમનાથ જિલ્લાના સીદી સમુદાયના ૨૫ મળી કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રી સંવાદ કરશે. તેમની સાથે આ સંવાદ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. અધ્યાત્મ અને સમાજસેવાના સુંદર મિલનરૂપ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ ફેબ્રુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top