Valsad :કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ. વાર્ષિક શિબિર પાનસ ખાતે સંપન્ન.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સ્થિત સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા પાનસ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ રોકાણની વ્યવસ્થા પાનસની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
જેમાં કોલેજના સ્વયંસેવકો દ્વારા શ્રમ કાર્ય, સ્વચ્છતાના કામો, બૌધિક વ્યાખ્યાન, આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ, ગામનો સર્વે, પ્રભાત ફેરી, યોગા, કસરત, સમૂહજીવન, રમત ગમત જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણો, સમાજ સેવાની ભાવના, લોક સંપર્ક દ્વારા સમાજ જીવનની સમજૂતી કેળવાય, સુષુપ્ત શક્તિ બહાર લાવવી અને સમાજમાં એક ઉત્કૃષ્ટ નાગરિક બની પોતાના સમાજ અને રાષ્ટ્રને ઉન્નતિના પથ પર આગળ ધપાવે એવા જાગૃત નાગરિક બને એ એન.એસ.એસ. શિબિર પ્રવૃતિનો મુખ્ય હેતુ છે.
આ સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર અનિષભાઈ સી ગામીતની આગેવાનીમાં યોજાયો હતો.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩ ફેબ્રુઆરી