બહેજ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે: આનંદ અને ઉત્સાહની ધમાકેદાર ઉજવણી
આજ રોજ, તા. 12/12/2025, શુક્રવારે બહેજ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે ઉત્સાહપૂર્વક ઉજવાયો. ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓએ 35થી વધુ રમતોમાં આનંદપૂર્વક ભાગ લીધો. નાના વિદ્યાર્થીઓ માટે નિશાન તાક, ફુગ્ગા ઉછાળવા, નાગિન ચાલ, લીમ્બુ-ચમચી સહિત અનેક મજેદાર રમતો યોજાઈ. બાલવાટિકા બાળકો માટે દડો પસાર, ટોપી જમ્પિંગ, ખોખો, કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી રમતો રાખવામાં આવી. ધોરણ 6 થી 8 માટે પાણી-કપ રમત, એક ટાંગ મસ્તી, રસ્સા ખેંચ, કબડ્ડી, ખોખો અને ક્રિકેટ જેવી રમતોનું આયોજન થયું. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લઇ દિવસને યાદગાર બનાવ્યો.








