Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન ટ્રેનિંગ યોજાઈ.

SB KHERGAM
0

 

Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન ટ્રેનિંગ યોજાઈ.

  • યુવા વર્ગ દ્વારા નવા નવા ઈનોવેશન સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવાથી દેશ મોટી અર્થવ્યવસ્થા બનશે.
  • વિદ્યાર્થીઓને 3D પેન ડેમોસ્ટ્રેશન, પી.એચ.મીટર ટીડીએસ મીટર તેમજ ડિજિટલ માઈક્રોસ્કોપ અને એલ.ઈ.ડી. ડ્રોન વિશે માહિતગાર કરાયા.

           ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સ્ટાર્ટઅપ ઇનોવેશન વિભાગ દ્વારા વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ ઇનોવેશન કેમ્પ યોજાયો હતો. 

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશનનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્ટાર્ટ અપ અને ઇનોવેશનના કાર્યક્રમમાં સહભાગી થઈ દરેક વિદ્યાર્થી અને યુવા વર્ગ આ દેશમાં નવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરે અને ઇનોવેશન લાવી આ દેશની આર્થિક સ્થિતિમાં વધારો કરે જેનાથી આપણો દેશ એક મોટી અર્થવ્યવસ્થા બનશે.   


મુંબઈ ખાતેથી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ટ્રેનર ડેનિયલ રોજારિયાએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને સતત બે દિવસ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે ટ્રેનિંગ આપી હતી. આ દરમિયાન તેમણે આવનારા દિવસોમાં પ્રશિક્ષણ વર્ગો વધુમાં વધુ થાય તેના પર ભાર મુક્યો હતો. સરકારના આ ટ્રેનિંગ પ્રોગ્રામથી વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાય માટે પણ નવા આયામ મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ટ્રેનિંગ દરમિયાન ડેનિયલ રોજારિયાએ વિદ્યાર્થીઓને 3D પેન ડેમોસ્ટ્રેશન, પી.એચ.મીટર ટીડીએસ મીટર તેમજ ડિજિટલ માઈક્રોસ્કોપ અને એલ.ઈ.ડી. ડ્રોન વિશે પ્રેક્ટિકલ માહિતી આપી હતી.

પ્રોગ્રામના કો- ઓર્ડિનેટર પ્રા. ઠાકોરભાઈ બી.પટેલ, પ્રા.પારસ શેઠ, પ્રા.મિગ્નેશ ભંડારી, પ્રા.નમ્રતા ટંડેલ, પ્રા.ડૉ.તરુલતા માહ્યાવંશીએ ભારે જહેમત ઉઠાવી હતી. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩ ફેબ્રુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top