Valsad: વલસાડ જિલ્લા તિજોરી કચેરીના કર્મીઓ અને અધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો.
વલસાડ જિલ્લા તિજોરી અધિકારી અતુલકુમાર સી. ધોરાજીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તિજોરી કચેરી અને સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓનો સ્નેહ મિલન, રમત-ગમત તેમજ વનભોજન કાર્યક્રમ રવિવારે ધરમપુરના તીસ્કરી તલાટ ખાતે યોજાયો હતો. જેમાં સૌ અધિકારી - કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહી દૈનિક વ્યવસાયિક પ્રવૃત્તિથી અલગ માહોલમાં આવી એકબીજા સાથે પરિચય કેળવી રમત-ગમત, વનભોજન અને સંગીતની મજા માણી ઉત્સાહથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા તિજોરી કચેરી અને સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં જિલ્લા તિજોરી કચેરી વિજેતા થઈ હતી. જેમને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ફેબ્રુઆરી