Valsad (Parnera) : વલસાડ જિલ્લા ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં પારનેરાના સીઆરસી કો-ઓર્ડિનેટર વિજેતા.
વલસાડ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તરણ સ્પર્ધા તા. ૪ અને ૫ ફેબ્રુઆરીના રોજ અતુલ કલબ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજમાં અબવ ૪૦ અને ૬૦ એજ ગ્રુપના કુલ ૧૬૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પારનેરાના સીઆરસી કો-ઓર્ડિનેટર સોનલ જયેશકુમાર દેસાઈએ બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ, બેક સ્ટ્રોકમાં પ્રથમ તેમજ ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં દ્વિતીય ક્રમ મેળવી વલસાડ જિલ્લાના સમગ્ર શિક્ષણ જગતનું તેમજ પરિવારનું નામ રોશન કર્યુ છે. જે બદલ બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ દ્વારા સોનલબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સ્પર્ધા વલસાડ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ઓફિસર અલ્કેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ તબક્કે અલ્કેશભાઇએ અતુલ સ્પોર્ટ્સ ક્લબના તમામ પદાધિકારીઓનો તથા વલસાડ જિલ્લા સ્વિમિંગ કન્વીનર કેતન દેસાઈ, સેન્ટ જોસેફ ઈ.ટી. હાઇસ્કુલ અને ટેકનિકલ ઓફિસિયલ્સ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ફેબ્રુઆરી