Valsad: વલસાડની કુસુમ વિદ્યાલયની વિદ્યાર્થિનીની સાયકલીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી.
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાએ યોજાયેલી અન્ડર – ૧૪ ગર્લ્સ સાયકલીંગ સ્પર્ધામાં કુસુમ વિદ્યાલય શાળાની ધો. ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યા ધર્મેશકુમાર ટંડેલ જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે. જે બદલ શાળા પરિવારે વિદ્યાર્થિનીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૫ ફેબ્રુઆરી