ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોની અનામત યાદી જાહેર
ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોની અનામત યાદી જાહેર
અનુસૂચિત આદિજાતિ માટે 22 ગામો અનામત, તે પૈકી 11 ગામોમાં મહિલા અનામતનો સમાવેશ
ખેરગામ, નવસારી : ખેરગામ તાલુકાની ગ્રામ પંચાયતોની આગામી સરપંચ પદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનામત બેઠકોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પરિશિષ્ટ–2 પ્રસિદ્ધ કરીને ખેરગામ તાલુકાની કુલ 22 ગ્રામ પંચાયતોમાં સરપંચની અનામત બેઠકોની વિગતો જાહેર કરવામાં આવી છે.
જાહેર કરાયેલા સરકારી પરિશિષ્ટ મુજબ સને 2011ની વસ્તી ગણતરીના આધારે ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતોની સરપંચ બેઠકો અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવી છે.
અનામત યાદીમાં સમાવિષ્ટ 22 ગ્રામ પંચાયતોનાં નામ નીચે મુજબ છે :
- નાંધઈ
- બહેજ
- જામનપાડા
- રૂઝવણી
- આછવાણી
- વાડ
- ભૈરવી
- નારણપોર
- ખેરગામ
- પણંજ
- વાવ
- ગૌરી
- નડગધરી
- પાટી
- પેલાડી ભૈરવી
- વડપાડા
- ડેબરપાડા
- તોરણવેરા
- કાકડવેરી
- પાણીખડક
- ચીમનપાડા
- ધામધુમા
11 ગ્રામ પંચાયતોમાં મહિલા અનામત
જાહેર કરાયેલા પરિશિષ્ટમાં અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવેલી 22 બેઠકો પૈકી 11 બેઠકો મહિલાઓ માટે અનામત દર્શાવવામાં આવી છે. જેમાં ગૌરી, નડગધરી, પાટી, પેલાડી ભૈરવી, વડપાડા, ડેબરપાડા, તોરણવેરા, કાકડવેરી, પાણીખડક, ચીમનપાડા અને ધામધુમાનો સમાવેશ થાય છે.
આ અનામતની ફાળવણી ગુજરાત ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી (અનામત હોદ્દાની વારાફરતી ફાળવણીની રીત) નિયમો, 1994ના નિયમ 6 તથા 10 મુજબ કરવામાં આવી હોવાનું સત્તાવાર પરિશિષ્ટમાં જણાવાયું છે.
આ યાદી જાહેર થતાં ખેરગામ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ ધરાવતા સંભવિત ઉમેદવારો અને ગ્રામજનોમાં ચૂંટણીલક્ષી ચર્ચાઓ તેજ બનવાની શક્યતા છે. હવે સંબંધિત ગામોમાં સરપંચ પદની અનામત બેઠકની સ્થિતિ સ્પષ્ટ થતાં સ્થાનિક રાજકીય સમીકરણો પર પણ તેની અસર જોવા મળી શકે છે.
KHERGAM NEWS – ખેરગામના સમાચાર, વિશ્વાસ સાથે!


Comments
Post a Comment