ખેરગામમાં DAY-NRLM અંતર્ગત કૃષિ સખી CRP બહેનોની તાલીમનો બેંચ-2 શરૂ
ખેરગામમાં DAY-NRLM અંતર્ગત કૃષિ સખી CRP બહેનોની તાલીમનો બેંચ-2 શરૂ
ખેરગામ, તા. 29 સપ્ટેમ્બર 2026: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત ખેરગામ તાલુકામાં કૃષિ સખી CRP બહેનોની તાલીમના બેંચ નંબર-2નો પ્રારંભ ખેરગામ ગ્રામ પંચાયતના હોલ ખાતે કરવામાં આવ્યો હતો.
તાલીમના પ્રથમ દિવસે જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મોહિનીબેન કાર્તિકભાઈ પટેલ, માજી સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ATMA વિભાગના શ્રી હરીન્દ્રસિંહભાઈ તેમજ NRLM સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રારંભિક વિધિ યોજાઈ હતી.
તાલીમમાં ATMA વિભાગના શ્રી હરીન્દ્રસિંહભાઈ દ્વારા કૃષિ સખી બહેનોને ખેતી સંબંધિત વિવિધ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન અને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ખેતી ક્ષેત્રે જરૂરી જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્ય અંગે પણ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તાલીમનો મુખ્ય હેતુ કૃષિ સખી બહેનોને જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્વાસથી સજ્જ કરવાનો છે, જેથી તેઓ પોતાના ગામમાં અન્ય ખેડૂત બહેનોને ગુણવત્તાયુક્ત કૃષિ માર્ગદર્શન આપી શકે.
DAY-NRLM અંતર્ગત આ તાલીમથી ગ્રામ્ય સ્તરે કૃષિ વિકાસ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળવાની સાથે ખેડૂતો સુધી ઉપયોગી કૃષિ માહિતી પહોંચાડવામાં કૃષિ સખી બહેનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Comments
Post a Comment