વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રેઝી આહિરે જીત્યો કાંસ્ય ચંદ્રક
વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રેઝી આહિરે જીત્યો કાંસ્ય ચંદ્રક.
ખેરગામ, તા. 29 સપ્ટેમ્બર 2026:
ગોવાના બામ્બોલિમ ખાતે આવેલા અટલ એથ્લેટિક્સ સ્ટેડિયમમાં તા. 27થી 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી 37મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતની યુવા એથ્લીટ પ્રેઝી ધનસુખભાઈ આહિરે શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
ચેમ્પિયનશિપની **Girls Under-16, 600 મીટર IG Pent – Finals (Event No. 128)**માં પ્રેઝી આહિરે 3064 પોઈન્ટ સાથે તૃતીય ક્રમ મેળવી કાંસ્ય ચંદ્રક પોતાના નામે કર્યો હતો.
આ સ્પર્ધામાં ગોવાની આર્ચી કટકરએ 3539 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમ, જ્યારે ગોવાની શાયલા નાઈકએ 3256 પોઈન્ટ સાથે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.
ગુજરાતની અન્ય ખેલાડી ગાવલી સ્નેહલબેન અનિલભાઈએ પણ સ્પર્ધામાં સારો દેખાવ કરતાં 2580 પોઈન્ટ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
પ્રેઝી આહિરની આ સિદ્ધિથી બહેજ શાળા પરિવાર તેમજ સમગ્ર નવસારી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની મહેનત અને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પરિવારજનો, કોચ, બહેજ શાળા પરિવાર, નવસારી જિલ્લા પંચાયતના સભ્ય તથા પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, બહેજ શાળાના શિક્ષક પ્રવીણભાઈ પટેલ સહિત રમતપ્રેમીઓ દ્વારા પ્રેઝી આહિરને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ સિદ્ધિ પ્રેઝી આહિરની રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રતિબદ્ધતા અને મહેનતનું પરિણામ છે. આગામી સ્પર્ધાઓમાં પણ તેઓ વધુ સફળતા મેળવે તેવી સૌએ શુભેચ્છાઓ પાઠવી છે.


Comments
Post a Comment