Presiding Officers અને Assistant Presiding Officers માટે પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ.

SB KHERGAM
0

   PresidingOfficers અને Assistant Presiding Officers માટે પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ.

૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ BRC ભવન, ખેરગામ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિસાઈડિંગ ઓફિસર તથા આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર માટે પ્રથમ તબક્કાની તાલીમ સફળતાપૂર્વક યોજાઈ હતી.



આ તાલીમ નાયબ મામલતદારશ્રી ભાવેશભાઈ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઇવીએમ મશીનનો યોગ્ય ઉપયોગ, મતદાર યાદીનું સંચાલન તેમજ ચૂંટણી સંબંધિત માર્ગદર્શિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


ઉપસ્થિત અધિકારીઓને તેમની ફરજો જવાબદારીપૂર્વક અને સુચારૂ રીતે નિભાવવાની તૈયારી કરાવવામાં આવી, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે.
૧૭૫ જેટલા મતદાનમથક પ્રીસાઈડીંગ ઓફિસર અને આસિસ્ટન્સ પ્રીસાઈડીંગ ઓફિસર ને તાલીમ આપવામાં આવી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top