શિક્ષકોના ખેલોત્સવમાં વાંસદાનો વિજય, ખેરગામ રનર્સ અપ.

શિક્ષકોના ખેલોત્સવમાં વાંસદાનો વિજય, ખેરગામ રનર્સ અપ.


નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ – 2026 તા. 3 એપ્રિલ, 2026ના રોજ સવારે 9:15 કલાકે દેગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાઈ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુવેન્દ્રભાઈ એસ. પટેલ તથા મહામંત્રી હિતેશભાઈ સી. પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રાજુભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા સ્તરના શિક્ષક સંઘના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


આ ટુર્નામેન્ટમાં ચીખલી, વાંસદા, ખેરગામ, ગણદેવી, જલાલપોર અને નવસારી તાલુકાની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટીમોને ગ્રુપ A અને ગ્રુપ Bમાં વહેંચીને લીગ મેચો યોજાઈ હતી, ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ મેચો રમાઈ હતી.

રમતગમત દરમિયાન શિક્ષકોમાં ટીમ સ્પિરિટ, એકતા અને રમત પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ રીતે ઝળહળ્યો હતો. ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્પર્ધાને રોમાંચક બનાવી.

સ્પર્ધામાં વાંસદા તાલુકો ચેમ્પિયન બન્યો, જ્યારે ખેરગામ તાલુકો રનર્સ અપ રહ્યો.


વ્યક્તિગત પુરસ્કારો:

  • મેન ઓફ ધ મેચ: હિરેન પટેલ (વાંસદા)
  • બેસ્ટ બોલર: રતિલાલ પટેલ (વાંસદા)
  • બેસ્ટ બેટ્સમેન: પરેશ પટેલ (ખેરગામ)
  • મેન ઓફ ધ સિરીઝ: જયમીન પટેલ (ખેરગામ)


આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજક ટીમના જયમીન પટેલ, દિગ્નેશ પટેલ (ખેરગામ) અને શૈલેષ પટેલ (ગણદેવી) સહિત તમામ સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આવી ટુર્નામેન્ટો શિક્ષકોમાં એકતા, આરોગ્ય અને સ્પર્ધાત્મક ભાવનાને મજબૂત બનાવે છે અને સામાજિક જોડાણને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.