વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી.
વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. મહાન વૈજ્ઞાનિક C. V. Ramanની સ્મૃતિમાં ઉજવાતા આ દિવસે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના સરળ પ્રયોગો રજૂ કર્યા, વિજ્ઞાન આધારિત ચાર્ટ પ્રદર્શન રાખવામાં આવ્યું તેમજ દૈનિક જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા બાળકોમાં જિજ્ઞાસા, શોધભાવના અને સર્જનાત્મકતા પ્રોત્સાહિત થઈ.
#NationalScienceDay #ScienceEducation #YoungScientists #SchoolActivities #ScientificTemper #InnovationInEducation #PrimarySchool #LearningByDoing


Comments
Post a Comment