ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા ખેરગામ વાડ પ્રાથમિક શાળામાં યોજાઈ.

 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા ખેરગામ વાડ પ્રાથમિક શાળામાં યોજાઈ.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. 21/02/2026ના રોજ બપોરે 12:00 કલાકે ખેરગામ તાલુકાની વાડ પ્રાથમિક શાળામાં તાલુકા કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા તથા જિલ્લા સ્તરના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં ગત કારોબારીના પ્રોસિડીંગનું વંચાણ કરી તેને બહાલ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો. આવનારી તા. 28/02/2026ની જિલ્લા કારોબારી અંગે ચર્ચા કરવામાં આવી તેમજ વર્ષ 2025-26ના ખર્ચનું અવલોકન કરાયું. ઉપરાંત તાલુકાના શિક્ષકોના બાકી રહેલા પ્રશાસકીય અને શૈક્ષણિક કામો અંગે ચર્ચા કરવામાં આવી. પ્રમુખશ્રી દ્વારા રજૂ થયેલા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.

સભા અંતે શિક્ષણના ગુણવત્તા વિકાસ માટે સંકલિત પ્રયાસો કરવાની સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.