પાટી પીએમ શ્રી શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી.

SB KHERGAM
0

 પાટી પીએમ શ્રી શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી.


પાટી પીએમ શ્રી શાળા અને કાકડવેરી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પાટી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ પાટી શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ પરમારના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને થયો.


આ પ્રસંગે કાકડવેરી શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી નીતિનભાઈ પટેલ તેમજ બંને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટી શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને સર્જનાત્મક મોડેલ રજૂ કર્યા, જેમાં શાળા પરિવાર દ્વારા પણ ઉત્તમ સહયોગ આપવામાં આવ્યો.


કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રયોગો, મોડેલ પ્રદર્શન અને ભાષણો દ્વારા વિજ્ઞાન પ્રત્યેની પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. સાથે જ મહાન વૈજ્ઞાનિક C. V. Ramanના જીવન અને તેમની મહત્વપૂર્ણ શોધો અંગે માહિતગાર કરવામાં આવ્યા.


શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં વિજ્ઞાનનો વધુ ઉપયોગ કરવા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા અને નવી શોધો તરફ આગળ વધવા પ્રેરણા આપી. કાર્યક્રમ અંતે સૌએ મળીને વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top