નિપુણ ભારત અંતર્ગત પાણીખડક પ્રાથમિક શાળામાં બાળવાર્તા સ્પર્ધાનું આયોજન.

 નિપુણ ભારત અંતર્ગત પાણીખડક પ્રાથમિક શાળામાં બાળવાર્તા સ્પર્ધાનું આયોજન.


GCERT ગાંધીનગર તથા DIET નવસારીના પ્રેરણાથી ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત કલસ્ટર રિસોર્સ સેન્ટર પાણીખડક પ્રાથમિક શાળામાં બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં મૌખિક અભિવ્યક્તિ તથા સર્જનાત્મક કૌશલ્ય વિકસે તે હેતુથી વાર્તા કથન અને વાર્તા લેખન સ્પર્ધાઓ યોજાઈ.


વિભાગ–1 (ફાઉન્ડેશનલ સ્ટેજ) બાલવાટિકા થી ધોરણ 2 માટે યોજાયેલી વાર્તા કથન સ્પર્ધામાં પાણીખડક પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પ્રહાન ઇન્દ્રવદન દેસાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું. વિભાગ–2 (પ્રિપેરેટરી સ્ટેજ) ધોરણ 3 થી 5 માટે આછવણી મંદિર ફળિયાના જેમી યોગેશભાઈ આહિરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે વિભાગ–3 (મિડલ સ્ટેજ) ધોરણ 6 થી 8 માટે યોજાયેલી વાર્તા લેખન સ્પર્ધામાં ઝેની જીગ્નેશભાઈ આહિરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.