માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લા પ્રશાસનની માનવતાસભર કામગીરીને બિરદાવી
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લા પ્રશાસનની માનવતાસભર કામગીરીને બિરદાવી ૧૩ એસેસમેન્ટ કેમ્પ દ્વારા ૭,૦૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સહાય; ૩૦,૦૦૦થી વધુ સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાની કામગીરીની પ્રશંસા. નવસારી, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬: સમાજના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશથી નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે હાથ ધરવામાં આવેલી કલ્યાણકારી કામગીરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી છે. આ અંગે તેમણે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. જિલ્લા મિનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટ, ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને ADIP યોજનાના સંકલનથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૩ વિશાળ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૭,૦૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોની શારીરિક તપાસ કરીને તેમની જરૂરિયાત મુજબ વ્હીલચેર, મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ, શ્રવણયંત્ર સહિત ૩૦,૦૦૦થી વધુ સહાયક સાધનો અને સાધન-સહાય ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પહેલને વડાપ્રધાન શ્રી નરેન...