કેલીયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી હેમંતકુમાર મગનભાઈ પટેલને જિલ્લા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક.
કેલીયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી હેમંતકુમાર મગનભાઈ પટેલને જિલ્લા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક.
નવસારી, તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૬:
શિક્ષક દિન નિમિત્તે નવસારી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી હેમંતકુમાર મગનભાઈ પટેલને જિલ્લા કક્ષાનું “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” (પ્રાથમિક) એનાયત કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, નવસારી દ્વારા તેમને આ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્તમ અને અવિરત યોગદાન તેમજ અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય લોકસેવાને બિરદાવતાં વર્ષ ૨૦૨૬નું જિલ્લા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવ્યું છે.
શ્રી હેમંતકુમાર પટેલની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવ બદલ આ સન્માન શિક્ષણ જગત માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકમિત્રો, વાલીઓ તથા ગ્રામજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ભવિષ્યમાં પણ તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને ઉપયોગી બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હાર્દિક અભિનંદન શ્રી હેમંતકુમાર પટેલ! 💐🏆
#BestTeacherAward #શ્રેષ્ઠશિક્ષક #TeacherDay2026 #HemantkumarPatel #KeliyaPrimarySchool #Vansda #Navsari #Education #TeacherPride


Comments
Post a Comment