ખેલ મહાકુંભ–૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
ખેલ મહાકુંભ–૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ.
નવસારી જિલ્લામાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભાગ લેવા અપીલ
નવસારી, તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ — રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત Sports Authority of Gujarat દ્વારા ખેલ મહાકુંભ–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. રમતગમતનું વાતાવરણ ઊભું કરવા તથા પ્રતિભાશાળી ખેલાડીઓને શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે.
ખેલ મહાકુંભ–૨૦૨૬ અંતર્ગત ગ્રામ્ય/શાળાકક્ષા, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા, ટીમ રમતોની ઝોન કક્ષા તથા રાજ્ય કક્ષા સુધી વિવિધ વયજૂથમાં કુલ ૩૯ રમતોની સ્પર્ધાઓ યોજાનાર છે.
📅 રજીસ્ટ્રેશનની મહત્વની તારીખ
૨૯ ઓગસ્ટ, ૨૦૨૬થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સાંજે ૬:૦૦ કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે.
🌐 રજીસ્ટ્રેશન વેબસાઈટ
khelmahakumbh.gujarat.gov.in�
🏫 શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ તથા ઓપન એઈજ (સીનીયર) ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેઓ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશનની કામગીરી જવાબદાર શિક્ષક દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.
ખેલાડીઓની વયમર્યાદા નક્કી કરવા માટે કટઓફ તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૭ રાખવામાં આવી છે.
🏃 એથ્લેટીક્સમાં ફરજિયાત ભાગીદારી
ખેલ મહાકુંભ–૨૦૨૬ અંતર્ગત શાળાકક્ષાએ યોજાનારી અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ વયજૂથની એથ્લેટીક્સ સ્પર્ધામાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
રજીસ્ટ્રેશન વગર કોઈપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તેથી નવસારી જિલ્લાના તમામ શાળા-કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓને પોતાના વધુમાં વધુ વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભ–૨૦૨૬માં જોડવા અને સમયમર્યાદા પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે.
રમત રમો, સ્વસ્થ રહો અને નવસારીનું નામ ગૌરવથી ઊંચું કરો!

Comments
Post a Comment