Dang updates: રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ માટે કલ્પનાબેન પી. માહલાની પસંદગી
Dang updates: રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ માટે કલ્પનાબેન પી. માહલાની પસંદગી.
આહવા, ડાંગ: શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને નોંધપાત્ર યોગદાન બદલ કલ્પનાબેન પી. માહલા, ઉપશિક્ષક, પ્રાથમિક શાળા ગોંડલવિહિર, તા. આહવા, જિ. ડાંગની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૬ માટે પસંદગી કરવામાં આવી છે.
શિક્ષક તરીકે કલ્પનાબેન પી. માહલાએ શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના શિક્ષણ પ્રત્યેના સમર્પણ, નવીન અભિગમ અને વિદ્યાર્થીઓના વિકાસ માટેના સતત પ્રયાસોને રાજ્ય કક્ષાએ માન્યતા મળી છે.
રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી થતાં શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સમગ્ર ડાંગ જિલ્લાના શિક્ષણ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે.
કલ્પનાબેન પી. માહલાની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. KHERGAM NEWS પરિવાર તરફથી તેમને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
“શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવન ઘડનાર છે.”
— KHERGAM NEWS

Comments
Post a Comment