દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લે: કલેક્ટર મનીષ ગુરવાની સાહેબ
દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ લે: કલેક્ટર મનીષ ગુરવાની સાહેબ
નવસારી, તા. 13 ઓગસ્ટ, 2026: નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક ઉપકરણો અંગે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની સાહેબે પાત્ર લાભાર્થીઓને અપીલ કરી છે.
જિલ્લાના પાત્ર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોએ કેમ્પમાં જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સહાયક ઉપકરણો મેળવવા માટેનું એસેસમેન્ટ કરાવવાનું રહેશે. એસેસમેન્ટના આધારે પાત્ર લાભાર્થીઓને જરૂરિયાત મુજબ વિવિધ સહાયક ઉપકરણોનો લાભ મળી શકશે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આવા કેમ્પ મહત્વપૂર્ણ છે. લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સહયોગ તથા સક્રિય સહભાગિતા નોંધાવી આ તકનો મહત્તમ લાભ લે.
સહાયક ઉપકરણો દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનને વધુ સરળ, સુગમ અને સ્વાવલંબી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Comments
Post a Comment