વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ

 વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ

ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ધ્વજ વંદન અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ધ્વજ વંદન શાળાના મુખ્ય મહેમાન જાગૃતિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વર્ષમાં જન્મેલ બાળકીઓનું સન્માન  તેમની માતાને સન્માનપત્ર આપી કરવામાં  આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીતસ્વાગત પ્રવચન, અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ ગીતો અને નૃત્યો રજૂ કરીને લોકોનું મન મોહી લીધું હતું.

વિશેષ પ્રસ્તુતિઓ:

  • ધોરણ 8: "કહેતે હમકો ઇંડિયા વાલે", "એ મેરે વતન લોગો" અને "દેશ મેરે" જેવા દેશભક્તિ ગીતો.
  • ધોરણ 7: "તેરી મિટ્ટી મે મિલ જવા" ગીત અને આદિવાસી નૃત્ય.
  • ધોરણ 6: "બમ બમ બોલે મસ્તી મે" નૃત્ય.
  • ધોરણ 5: "ઓ માય ફ્રેન્ડ ગણેશા" નૃત્ય.
  • બાલવાટીકા: "ઘોડે જૈસી ચાલ" નૃત્ય.
  • ગરબો અને રાસ: ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ.

વિશિષ્ટ ઉપસ્થિતિ:
આ કાર્યક્રમમાં ગામના અગ્રણી આગેવાનો શ્રી દિનેશભાઇ ભીખાભાઇ પટેલ શ્રી મંગુભાઇ મગનભાઇ પટેલ,શ્રી કરશનભાઈ મગનભાઈ પટેલ ,શ્રી જિજ્ઞેશભાઇ ધીરૂભાઇ પટેલ,શ્રી જીવણભાઇ માંદાભાઇ પટેલ, શ્રી મનોજભાઇ ચીમનભાઇ પટેલ, શ્રી ચેતનભાઇ રમણભાઇ પટેલ,શ્રી કમલેશભાઇ છોટુભાઇ પટેલ, શ્રી ચંદ્રકાન્ત રમેશભાઇ પટેલ, શ્રીમતિ જશોદાબેન હસમુખભાઇ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આભાર વિધિ:
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ પ્રજાસત્તાક દિવસના આયોજન દ્વારા વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની ઉત્તમ કોશિશ કરી હતી.

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.