Posts

વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.

Image
વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.  ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, નવસારી સંચાલિત શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ગંભીરસિંહ પઢિયારના નિવૃત્તિ નિમિત્તે વિદાય સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ તેમજ કુમાર શાળા ખેરગામના પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી અરવિંદભાઈ પટેલ અને ઉદ્બોધક તરીકે નિવૃત શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળા પરિવાર, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ, સરપંચશ્રી, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. શ્રીમતી પઢિયારે તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ તા. ૧૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ વલસાડ જિલ્લાના કેવાડા પ્રાથમિક શાળાથી કર્યો ...

આછવણી (બંધાડ ફળિયા) પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારોહ યોજાયો

Image
 આછવણી (બંધાડ ફળિયા) પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો લાગણીસભર વિદાય સમારોહ યોજાયો ખેરગામ તાલુકાની આછવણી સ્થિત બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં તા. 30 માર્ચ 2026ના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે લાગણીસભર અને યાદગાર વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાના આંગણે વિતાવેલા ૮ વર્ષના મીઠા સંસ્મરણોને તાજા કર્યા હતા અને માધ્યમિક શિક્ષણના નવા પ્રવાસ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપ પ્રગટાવાથી કરવામાં આવી હતી. આચાર્યશ્રી સંજયભાઈ આહીરે વિદ્યાર્થીઓ અને વાલીઓનું સ્વાગત કરતાં શાળાજીવનના મહત્વ પર પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને યાદોને વહેંચતાં કાર્યક્રમને ભાવુક બનાવી દીધો હતો. શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નિષ્ઠા અને સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી. શાળાની તરફથી વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન રૂપે બોલપેન પેકેટ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ સાથે ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે ભાવુક ક્ષણો સર્જાઈ હતી, છતાં વ...

વિદાય પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ: શાળાને એરકુલર અર્પણ

Image
 વિદાય પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ: શાળાને એરકુલર અર્પણ. તા. 28/03/2026, શનિવારના રોજ વિદ્યામંદિર માછીઆવાસણમાં વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ પટેલના અધ્યક્ષપદ હેઠળ ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાની યાદોને વાગોળી ભાવુક પળો અનુભવ્યા હતા. કાર્યક્રમમાં ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, એસ.એમ.સી. શિક્ષણવિદ નેમાભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન પટેલ તેમજ ધોરણ-8ના વર્ગશિક્ષક દેવલભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને શુભાશિષ આપતાં પ્રેરણાદાયક વક્તવ્યો આપ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખલાસીએ વિદ્યાર્થીઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષણને નેવે ન મૂકતા પ્રગતિના માર્ગે સતત આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે વિકાસ મંડળના સભ્યો, એસ.એમ.સી. સભ્યો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેનું ઋણ વ્યક્ત કરવા માટે યાદગીરીરૂપે એરકુલર ભેટ આપ્યો હતો, જેનું ઉદ્ઘાટન પ્રવિણભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉપશિક્ષક ભ...

ધોડીઆ (dhodiya) ભાષાના કવિ Kulin Patel ને રાષ્ટ્રીય સન્માન: આદિવાસી સાહિત્યને મળી નવી ઓળખ.

Image
   ધોડીઆ (dhodiya) ભાષાના કવિ Kulin Patel ને રાષ્ટ્રીય સન્માન: આદિવાસી સાહિત્યને મળી નવી ઓળખ. કુલીન પટેલને દિલ્હીમાં યોજાયેલા ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં સન્માનિત કરવામાં આવ્યા, જે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાની માતૃભાષા ધોડીઆમાં કાવ્યપઠન કરીને આદિવાસી જીવન, ગ્રામ્ય જ્ઞાન અને સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ કરી. તેમની કવિતાઓમાં શહેરી સમાજને આદિવાસી સંસ્કૃતિ તરફ વિચારવા પ્રેરિત કરતો સશક્ત સંદેશ જોવા મળ્યો. મહોત્સવ દરમિયાન ડૉ. રમેશ ગૌરના હસ્તે તેમને અંગવસ્ત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. કવિતા સત્રના અધ્યક્ષ ચિત્તરંજન ત્રિપાઠીએ તેમની અવાજની અસરકારકતા અને રજૂઆતની ખાસ પ્રશંસા કરી. ધોડીઆ ભાષા, જે ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમુદાયોમાં બોલાય છે, તેના સંવર્ધન માટે કુલીન પટેલ લાંબા સમયથી કાર્યરત છે. તેઓ અગાઉ પણ રાષ્ટ્રીય મંચો પર આ ભાષામાં કાવ્ય રજૂ કરીને તેને મુખ્યધારામાં લાવવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. 👉 આ ઘટના એ સાબિત કરે છે કે આદિવાસી ભાષા અને...

નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન.

Image
  નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન. નવસારી જિલ્લામાં પી.એમ.શ્રી GOI તથા પી.એમ.શ્રી-ગુજરાત (GOG) યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓના મુખ્યશિક્ષકો અને શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસના તા. 03-12-2025ના માર્ગદર્શક પત્ર મુજબ તા. 22 માર્ચથી 26 માર્ચ 2026 દરમિયાન કુલ 5 દિવસીય આ અભ્યાસ પ્રવાસ યોજાયો હતો. આ વિઝીટનો મુખ્ય હેતુ શિક્ષકોને અન્ય રાજ્યોની શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ, શાળા સંચાલન, નવીનતા તથા પ્રયોગાત્મક અભિગમોથી પરિચિત કરાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર શિક્ષકમિત્રોએ લોનાવાલા, શીરડી, નાસિક અને સાપુતારા ખાતે આવેલી પી.એમ.શ્રી શાળાઓ તેમજ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન જિલ્લા UEM કો-ઓર્ડિનેટર નિકેતા બી. દેસાઈ તથા સહ-સંયોજક હિસાબી અધિકારી કિરણ જી. જડે દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. આ પહેલ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા, નવીનતા અપનાવવા તથા શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. PM Shri Schools, Navsari Di...

કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
   કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્યશ્રી નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય મહેમાનશ્રી અજયભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, શ્રી હેમંતસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી વિશાલસિંહ રાઠોડ (પ્રમુખશ્રી, નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી) તથા શ્રી વિજયભાઈ પટેલ (મહામંત્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતા શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ (CRC), નવસારી ત...

નવસારી જિલ્લાના PSE મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન : જલાલપોર તાલુકાની નવ્યા પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ.

Image
 નવસારી જિલ્લાના PSE મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન : જલાલપોર તાલુકાની નવ્યા પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ. નવસારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના PSE મેરિટ લિસ્ટમાં જિલ્લામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગણદેવી, જલાલપુર, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ગણદેવી તાલુકાની મોરલી પ્રાથમિક શાળાના વેદ રાકેશકુમાર પટેલે 98 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ભાઠા પ્રાથમિક શાળાની મેશ્વી મિનેશભાઈ પટેલે 96 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું અને નવીન રોહિતકુમારે 94 ગુણ સાથે તૃતિય સ્થાન મેળવ્યું છે. જલાલપુર તાલુકામાં સારાવની પ્રાથમિક શાળાની નવ્યા મિનેશકુમાર પટેલે 100 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. કૃષ્ણપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની બંસીતા મિતેશભાઈ ટંડેલ તથા ગૌરવ અશ્વિનભાઈ ટંડેલે 94 ગુણ સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેરગામ તાલુકામાં નાંધઈ પ્રાથમિક શાળાની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે 82 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. વાંસદા તાલુકામાં પ્રતાપનગર પ્રાથમિક શાળ...