સાપુતારા ખાતે વિવિધ ગાર્ડન જાણવણી અંતર્ગત માળીઓ માટે તાલીમ યોજાઈ.
સાપુતારા ખાતે વિવિધ ગાર્ડન જાણવણી અંતર્ગત માળીઓ માટે તાલીમ યોજાઈ.
સાપુતારા ખાતે આવેલા વિવિધ ગાર્ડન કે જેની જાળવણી રાખવાની જવાબદારી નોટીફાઇડ એરિયા કચેરીની ગણાય, એમના દ્વારા ગાર્ડન મેઇન્ટેનન્સ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે.
કોન્ટ્રાકટર દ્વારા પૂરા પાડવામાં આવેલ માળીઓ દ્વારા ખૂબ સારી રીતે અહીંના ગાર્ડનની જાળવણી રાખવામાં આવે છે. છત્તા કેટલીક બાબતોએ એમને તાલિમ આપવાની જરૂરિયાત જણાતા સાપુતારાના નાયબ કલેકટર ડૉ.ચિંતન વૈશ્નવ દ્વારા આજરોજ તારીખ :૨૭-૦૨-૨૦૨૪નાં દિને તમામ માળીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી સપ્ટેમ્બર મહિના સુધી જેઓ પોતાને ફાળવેલ ગાર્ડનને સૌથી સુંદર અને વ્યવસ્થિત રાખશે એમને મોટું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે તેઓના આવ્યા બાદ ગાર્ડન માં કામ કરનારા માળીઓને પણ યુનિફોર્મ અપાવવામાં આવ્યો છે.




Comments
Post a Comment