ખેરગામ તાલુકાની વાડ ઉતાર ફળિયા શાળાની ‘ટકાઉ ખેતી’ કૃતિ ઝોન કક્ષા માટે પસંદ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન–નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી–નવસારી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી–નવસારી અને અસ્પી કન્યા વિદ્યાલય–આંતલિયા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવસારી જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26માં
વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા (તાલુકો: ખેરગામ) દ્વારા રજૂ કરાયેલી ‘ટકાઉ ખેતીની ચાલોને ટકાઉ ખેતી અપનાવીએ’ કૃતિ ઝોન સ્તર માટે પસંદગી પામી છે.
આ સિદ્ધિ બદલ ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, BRC ખેરગામ શ્રી વિજયભાઈ પટેલ,
KTPSS KHERGAM ના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, જીતુભાઈ ગાયણ તેમજ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ અને મહામંત્રી શ્રી હિતેશકુમાર પટેલ સહિતના હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા.
#ScienceExhibition#ChildScientist #SustainableFarming #InnovationInEducation #NavasariDistrict #KhergamTaluka #STEMLearning #FutureScientists #EducationForAll #ScienceForSociety #CreativeLearning #SchoolInnovation #ktpsskhergam #njpssnavsari #khergamnews #infokhergam #khergam #ખેરગામન્યૂઝ #ખેરગામ




