વિકસિત ગુજરાત @2047 થીમ અંતર્ગત –પાટી ક્લસ્ટરનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ઉજવાયો.
પાટી ક્લસ્ટર અંતર્ગત જોડાયેલી ચાર શાળાઓ—પાટી પ્રાથમિક શાળા, જામનપાડા પ્રાથમિક શાળા, તોરણવેરા પ્રાથમિક શાળા અને દેશમુખ ફળિયા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો. વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓને ઉજાગર કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં કુલ 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધામાં પાટી પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ—ચિત્ર સ્પર્ધામાં પૂર્વી પટેલ અને સંગીત વાદન સ્પર્ધામાં સોહમ પટેલ વિજેતા બન્યા હતા. તેમજ દેશમુખ ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ—બાળ કવિ સ્પર્ધામાં તન્વી ભગરીયા અને સંગીત ગાયન સ્પર્ધામાં યુતિકા ગાંગોડાએ ઉત્તમ પ્રદર્શન સાથે વિજય મેળવ્યો હતો.
કાર્યક્રમના અંતે શામળા ફળિયા કલસ્ટરના સી.આર.સી. ટીનાબેન પટેલ તથા પાટી કેન્દ્ર શિક્ષક કિરીટભાઈ સોલંકી સહિત શિક્ષકમંડળના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. તમામ વિજેતા અને સહભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં.






