મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

SB KHERGAM
0

  મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો.

શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે.

આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમારંભ શ્રી નરેશભાઈની સમર્પણ અને યોગદાનને યાદ કરવાનો અને તેમના ભવિષ્યને આશીર્વાદ આપવાનો અવસર બન્યો. શાળા પરિવાર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top