Dang: આહવા ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો.

SB KHERGAM
0

 

Dang: આહવા ખાતે કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો.

મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શ્રી પ્રગતી મહિલા મંચના ઉપક્રમે આંબેડકર ભવન આહવા ખાતે યોજાયો સેમિનાર:

મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા તથા શ્રી પ્રગતી મહિલા મંચના ઉપક્રમે, આહવાના આંબેડકર ભવન ખાતે, કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત એક દિવસીય કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજવામા આવ્યો હતો. 

આ સેમિનારમા સામાજિક કાર્યકર શ્રી મિતેશભાઈ, શ્રી રમેશભાઈ તેમજ શ્રીમતી જયશ્રીબેન દ્વારા  કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી વિશે કાયદાકીય સમજણ આપી, જે તે કચેરી/સંસ્થા, આંતરિક સમિતી, જિલ્લા કક્ષાની સ્થાનિક સમિતિમાં ફરિયાદ કેવી રીતે કરવી, અને ઓનલાઈન ફરિયાદ કરવા માટે She Box અંગેની માહિતી આપવામા આવી હતી. 

આગાખાન સંસ્થાના પ્રોગ્રામ સ્પેશ્યાલીસ્ટ શ્રીમતી નીતાબેન પટેલ દ્વારા મહિલાઓની ભાગીદાર વિશે માહિતી આપવામા આવી હતી. આઇ.સી.ડી.એસ.આહવાના પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રીમતી શિલ્પાબેન દ્વારા પોષણલક્ષી માહિતી આપવામા આવી હતી. 

આગાખાનના એરીયા મેનેજર શ્રીમતી અંજલીબેન ગામીત દ્વારા સુરક્ષા અને સલામતી અંગેની માહિતી તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના (DHEW) જેન્ડર સ્પેશ્યાલીસ્ટ વિજયભાઈ દ્વારા સરકારની મહિલાલક્ષી યોજનાઓ વિશેની માહિતી આપવામા આવી હતી. 

આ સેમિનારમા ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાથી અંદાજે ૧૫૦ જેટલી આર્થિક ઉપાર્જન ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓએ સહયોગી થઈ ભાગ લીધેલ હતો.

કાર્યક્રમમા મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સારૂબેન વળવી, મહિલા અને બાળ અધિકારી શ્રી આર.એ.ચૌધરી, શ્રી પ્રગતી મહિલા મંચના ઈન્ચાર્જ રિબકાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૧-૦૨-૨૦૨૪

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top