હાર્દિક શ્રધ્ધાંજલિ વિભાગ

 ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

ધોડિયા સમાજના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મણીબેન પટેલને ધોડિયા સમાજ દિશા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

મણીબેન બાપુભાઇ ધોડિયા : સ્વાતંત્ર્ય સેનાની 

મુ.:વહેવલ તા: મહુવા 

જન્મ : ૨૨-૦૨-૧૯૨૨

સ્વર્ગવાસ : ૨૨-૦૨-૨૦૨૩ 

૨૨-૨-૧૯૨૨ રોજ જન્મેલા એટલે કે, ૯૭ વર્ષની ઉંમરે પણ સરળ જીવન, સરળ આહાર, ખાદીના વસ્ત્રોમાં સજ્જ એવા ગાંધી વિચારધારા પર જ જીવન જીવતા મહુવા તાલુકાના વહેવલના મણીબેન બાપુભાઈ ઘોડીઆએ ' કરેંગે યા મરેંગે' ની લડતમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો હતો. ત્યારે તો સરકાર વિરુદ્ધ કઈ પણ નારા લગાવતા જેલમાં પણ ગયા હતાં. વિદેશી કાપડ વેચતા વેપારીઓની દુકાન સામે પિકેટિંગ કરવા જતા હતા ત્યારે ઓલપાડથી તેમની ધરપકડ થયેલી અને એમને સાબરમતી જેલમાં લઈ જવામાં આવેલા.છ મહિના સજા થયેલી પણ જેલ ભરો આંદોલનના પરિણામે જેલમાં ભરાવો થઈ જતા ચાર મહિના બાદ છોડી મૂકવામાં આવેલા. તે સમયે સ્વાતંત્રય સંગ્રામમાં મણીબેનના પતિ બાપુભાઈ કેશવભાઈ ધોડીઆ પણ હતા. 

ગાંધીજી, સરદાર અને નેતાજી સાથે કામ કર્યું હતું.

_____________________________________________

બાલુભાઈ મગનભાઈ પટેલ
મુ.પો. ખેરગામ વેણ ફળિયા તા.ખેરગામ જિ.નવસારી
કુળ : નાગળા બ્રાહ્મણ 

તારીખ ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને sb khergam ના પિતાશ્રીનું નિધન થયેલ છે. જેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.


 _____________________________________________


સ્વ.મિતેશભાઇ કિકુભાઇ પટેલ
ગામ : ખેરગામ વેણ ફળિયા તા. ખેરગામ જિ.નવસારી

તારીખ ૧૩-૧૨-૨ ૦૨૩નાં દિને  મિતેશભાઈ કિકુભાઈ પટેલનું નિધન થયેલ છે. જેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top