માનનીય આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વાંસદા સરકારી બી.એડ્. કોલેજના નવનિર્મિત મકાનનું લોકાર્પણ.
સરકારી બી.એડ્. કોલેજ, વાંસદાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના માનનીય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, ગુજરાત વિધાનસભાના માનનીય નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ તથા વલસાડ-ડાંગ લોકસભાના માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનું મજબૂત સાધન છે અને આ નવું મકાન આદિજાતિ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને નવી દિશા આપશે. મહાનુભાવોએ નવી શિક્ષણ નીતિ અનુરૂપ આધુનિક માળખાકીય સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂક્યો.
કોલેજના આચાર્ય ડૉ. દિલીપભાઈ એમ. ગામીતે જણાવ્યું કે આ સુવિધાસભર સંકુલથી શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં નવસારીના માનનીય ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ધરમપુરનાં માનનીય ધારાસભ્યશ્રી અરિવંદભાઈ પટેલ, માનનીય નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ સહિત સ્થાનિક લોકપ્રતિનિધિઓ, કોલેજ વિભાગોના હોદ્દેદારશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Vansda #BEDCollege #NareshPatel #TribalDevelopment #EducationForAll #HigherEducation #Gujarat #sbkhergam #Navsari#NewInfrastructure #EducationReforms #khergamnews #khergamupdates #khergamblogger





