Tapi: વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું.
મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું.
તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત તાપી કારોબારી અધ્યક્ષશ્રી નિતીનભાઈ ગામીત, મહિલા અને બાળ તેમજ યુવા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ તૃપ્તિબેન પટેલ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સહિત ગ્રામજનો સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા. મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ભૂલકાઓએ કુમકુમ તીલકથી મહેમાનોને આવકારી સ્વાગત ગીત રજુ કરી ઉપસ્થિત સૌનું મનમોહી લીધું હતું.
માહિતી બ્યુરો તાપી તા.૧૨-૦૨-૨૦૨૪