Dang: આહવા ખાતે 'યોગ સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં આહવા ખાતે 'યોગ સેવા સેતુ' તથા 'યોગ સમાજ' નો કાર્યક્રમ યોજાઈ ગયો.
કોલેજના સભાખંડમાં આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઝોન કો ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, તથા જિલ્લા યોગ કોર્ડીનેટર, અને કોલેજના પ્રિન્સિપાલશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમને યોગ દ્વારા જીવન જીવવાની કળા તેમજ યોગ દ્વારા પગભર થવા અંગેનું માર્ગદર્શન પૂરું પડાયું હતું.
દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રાપ્ત પ્રમાણપત્ર પણ, તાલીમી ટ્રેનરોને મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. યુવાકોચ સરિતાબેન ભોયે, નેહાબેન કાપડિયા, છગનભાઈ ચોર્યા, રમેશભાઈ, તુષારભાઈ, તથા તથા રવિનાબેન ગાંગુડીએ સુંદર સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમની આભારવિધિ ડાંગ જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રકારે આટોપી હતી
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨-૦૨-૨૦૨૪