Dang: સરકારી વિનયન અને વાણિજ્ય આહવાના પ્રાધ્યાપકશ્રી ડૉ. પરેશભાઈ તુલસીભાઈ લાલૈયા પી.એચ.ડી થયા.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપકશ્રી ડૉ. પરેશભાઈ તુલસીભાઈ લાલૈયા એ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતની સંલગ્ન કોલેજ (૧) શ્રી એ.એલ.જે.પટેલ તથા (૨) શ્રી ડી.જે.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ચકલાદ-સરભણ (ભરૂચ) ના કોમર્સ વિભાગના પ્રાધ્યાપકશ્રી ડૉ. સંજયભાઈ.આર.સિંદેના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યુ છે.
તેઓએ રજૂ કરેલા મહાશોધ નિબંધ "A STUDY ON CUSTOMERS'S PERCEPTION TOWARDS PRADHAN MANTRI JEEVAN JYOTI BIMA YOJANA AND PRADHAN MANTRI SURAKSHA BIMA YOJANA" (WITH SPECIAL REFERENCE TO SOUTH GUJRAT REGION) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખીને, પી.એચ.ડીની પદવી એનાયત કરી છે.
જે માટે કોલેજ પરિવાર દ્વારા પ્રાધ્યાપકશ્રી. ડૉ.પરેશભાઈ ટી. લાલૈયાને અભિનંદન પાઠવાયા હતા.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩-૦૨-૨૦૨૪