ધરમપુર તાલુકાની નાની વહિયાળ સાર્વજનિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં ઝળક્યાં.
વલસાડ જિલ્લા કક્ષાનો ખેલમહાકુંભમાં નાની વહીયાળની સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ જુદી જુદી એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ ચાર સ્પર્ધામાં પ્રથમ ક્રમ અને બે સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેશે.