Dang : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે “મહિલાલક્ષી કાયદાઓ, સામાજિક વર્તનમાં બદલાવ” અંગે વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનુ આયોજન કરાયું.

SB KHERGAM
0

 

Dang : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે “મહિલાલક્ષી કાયદાઓ, સામાજિક વર્તનમાં બદલાવ” અંગે વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનુ આયોજન કરાયું.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૫: ગત તારીખ ૨૧/૨/૨૦૨૪ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય સંલગ્ન જેન્ડર રિસોર્સ સેન્ટર, ગાંધીનગર તથા મહિલા અને બાળવિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે Sustaining Equality Through Universities/College (SETU) પ્રકલ્પ હેઠળ “મહિલાલક્ષી કાયદાઓ, સામાજિક વર્તનમાં બદલાવ”  વિષય ઉપર ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. 

આ તાલીમમાં કાનૂની સહાયતા કેન્દ્રના એડવોકેટ શ્રી મિતેશભાઈ દ્રારા બંધારણના આર્ટીકલ ૧૪/૧૫ વિશે સમજણ આપવામા આવી હતી. તેમજ વિધાર્થીઓને ૫ ટુકડીમાં વહેચીને વિવિધ પ્રશ્નો રજૂ કરી મહિલાલક્ષી કાયદાઓની તાલીમ આપવામાં આવી હતી. 

મહિલા અને બાળ વિભાગના શ્રી પિયુષભાઈ ચૌધરી દ્રારા જાતિગત ભેદભાવ અને સમાજમા પરિવર્તન અંગે સમજૂતી આપવામાં આવી હતી. તેઓએ રાત્રી દરિમયાન થતી મુસાફરીમાં સાવચેતીનાં કયા પગલાઓ લેવા તે વિશે તાલીમ આપી હતી. 

સખી વન સ્ટોપ સેન્ટરના શ્રી સંગીતાબેન દ્વારા મહિલા કાયદા વિશે તાલીમ અને 181 અભયમ વિશે જાણકારી આપવામાં આવી હતી. 

સમગ્ર તાલીમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદશન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનુ સંચાલન સેતુ પ્રોગામના નોડેલ પ્રાધ્યાપક શ્રીમતી યોગીના પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top