સાપુતારા ખાતે નવસારી જીલ્લાના HTAT આચાર્યશ્રીઓની સ્કૂલ લીડરશીપ તાલીમ યોજાઈ.
તારીખ ૨૪-૦૨-૨૦૨૪નાં દિને સાપુતારા ખાતે નવસારી જીલ્લાના HTAT આચાર્યશ્રીઓની એક દિવસીય સ્કૂલ લીડરશીપ તાલીમ યોજાઈ.
આ સ્કૂલ લીડરશીપ તાલીમનું આયોજન નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર લેકચરરશ્રી રોહિતભાઈ સાહેબની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના 80 જેટલાં Htat આચાર્યશ્રીઓ જોડાયા હતા.
આ તાલીમ સાપુતારાની School Leadership Academy (શિક્ષકો માટેના ટ્રેનિંગ સેન્ટર) ખાતે યોજાઈ હતી, જેમાં નોટીફાઇડ વિસ્તાર સાપુતારાના નાયબ કલેકટર અને ચીફ ઓફિસર ડૉ.ચિંતન વૈષ્ણવ સર જોડાયા હતા. જેમણે એકાદ કલાક જેટલા સમય દરમ્યાન HTAT આચાર્યશ્રીઓ સાથે વાર્તાલાપ અને શૈક્ષણિક ક્ષેત્રે ઉપયોગી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે ડૉ. ચિંતન વૈષ્ણવ સર પોતે Education માં Ph.D. ની લાયકાત ધરાવે છે. અને સારા લેખક પણ છે તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. ચિંતન વૈષ્ણવ સાહેબે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.તેઓ ઈમાનદાર અને પ્રમાણિક ઓફિસર તરીકેની છાપ ધરાવે છે. જેની સચોટ માહિતી સોશ્યલ મીડિયા અને નામાંકીત અખબારોમાં પ્રસિદ્ધ થયેલી છે.