ડૉ. મનોજ ગોગીવાલા: શિક્ષણ અને સેવાભાવના દીપસ્તંભ
શિક્ષણ અને સમાજસેવામાં જે શખ્સ પોતાનું જીવન અર્પણ કરે, તે સાચા અર્થમાં સમાજના દીપસ્તંભ બની રહે છે. આવા જ એક કોલેજ ના રસાયણશાસ્ત્રના દાનવીર, સમાજસેવી, દેવરાજ સમાજ રત્ન, સમાજસેવી, દાનવીર અને શિક્ષણપ્રેમી વ્યક્તિ છે શ્રી ડૉ. મનોજ ગોગીવાલા, જેમણે આજે સુધી અનેક વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે અવિરત સેવા આપી રહ્યા છે.
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સેવાના દીવો પ્રગટાવ્યો
શ્રી એમ.એલ. ગાંધી સંચાલિત સર પી.ટી. સાયન્સ કોલેજના રસાયણશાસ્ત્રી, ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોઓર્ડિનેટર, અને અનેક સામાજિક સંગઠનો સાથે જોડાયેલા ડૉ. મનોજ ગોગીવાલા ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પધાર્યા. ત્યાં તેમણે વિદ્યાર્થીઓ માટે આધ્યાત્મિક પ્રાર્થના, શિક્ષણની અગત્યતા, સ્વચ્છતા, જેવા મૂલ્યો અંગે પ્રેરણાત્મક પ્રવચન આપ્યું.
પ્રવચનના અંતે, શાળાનાં79 બાળકોને અને આંગણવાડીના બાળકોને ગ્લુકોઝ બિસ્કિટ (પારલે જી) વિતરણ કરાયું, જે સેવા અને પ્રેમનો નાનકડો પણ સંવેદનાત્મક અંશ હતો. શાળા પરિવાર અને બાળકો માટે આ ક્ષણ એક અવિસ્મરણીય પ્રસંગ બની રહી.
સેવા યાત્રાનું દ્રષ્ટાંત: 33 લાખ બિસ્કિટ અને ગણવેશ વિતરણ
સેવા એ માત્ર એક કાર્ય નથી, પણ જીવનશૈલી છે, જે ડૉ. મનોજ ગોગીવાલા જીવનમાં ઉતારી ચૂક્યા છે. અત્યાર સુધી તેમણે રાજ્ય અને રાજ્ય બહાર 2,000 થી વધુ કાર્યક્રમો યોજી 33 લાખથી વધુ બિસ્કિટ જરૂરિયાતમંદ બાળકોમાં વિતરણ કર્યા છે. સાથે જ, બાળકો માટે ગણવેશ સેવા પણ પોતાના સ્વખર્ચે નિષ્ઠાપૂર્વક ચલાવી રહ્યા છે.
પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે ખેરગામના પત્રકાર શ્રી દિપકભાઈ પટેલ (વાત્સલ્યમ ન્યૂઝ) અને શ્રી ચંપકભાઈ પટેલ (દેશી ન્યૂઝ ચેનલ) ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આ કાર્યને પ્રસિદ્ધિ આપી, જેથી વધુ લોકો પ્રેરાઈ શકે.તેમજ આ તબક્કે સમાજસેવી હિતેન્દ્રભાઇ રાઠોડ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધારી હતી.
સત્ય સેવા એ છે કે તમે કોઈ સ્વાર્થ વિના અન્યના કલ્યાણ માટે કાર્ય કરો. ડૉ. મનોજ ગોગીવાલા એ સ્વપ્રેરિત સેવાકાર્ય દ્વારા એ જ નમૂનો સ્થાપ્યો છે. તેમના ઉપકારો અને સમર્પણ માટે શાળા પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આવો, આપણે પણ આવા સેવાભાવી કાર્યમાંથી પ્રેરણા લઈ, જ્યાં શક્ય હોય ત્યાં સહાયરૂપ બનીએ. એક નાનું પગલું પણ કોઈના માટે મોટી ખુશી બની શકે!