Dang: સાપુતારામાં પ્રવાસી માહિતી કેન્દ્રનો પ્રારંભ.
રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ ગિરિમથક સાપુતારા ખાતે અસંખ્ય પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ઊમટી પડતા હોય છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓને યોગ્ય માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સાપુતારામાં સૌ પ્રથમ પ્રવાસી માહિતી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
Video courtesy: Gas Dr. Chintan Vaishnav fans (fb)
આ પ્રસંગે સાપુતારા નોટિફાઇ એરિયાના ચીફ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવ, સાપુતારા હોટેલ એસોસિયેશનના સભ્યો તેમજ સાપુતારા વિકાસ કમિટીના સભ્ય રમીલાબેન સોલંકી તથા ધંધાર્થીઓ હાજર રહ્યા હતા.
આ માહિતી કેન્દ્ર ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીં જિલ્લામાં આવતા પ્રવાસીઓને જિલ્લાના જોવાલાયક સ્થળો તેમજ સાપુતારામાં પ્રવાસીઓ સરળતાથી ફરી શકે તે માટે જગ્યાઓની માહિતી આપવામાં આવશે.