નવસારીમાં જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવમાં ધમડાછા હાઈસ્કૂલની કૃતી પ્રથમ ક્રમે.

SB KHERGAM
0

 


નવસારીમાં જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવમાં ધમડાછા હાઈસ્કૂલની કૃતી પ્રથમ ક્રમે.

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી  નવસારી થકી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવનું આયોજન નવસારીની વિદ્યાકુંજ હાઇસ્કુલમાં સોમવારે કરવામાં આવ્યું હતું. 

જિલ્લાની વોકેશનલ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને એમનામાં કૌશલ્ય નિર્માણ થાય એ હેતુસર કૌશલ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધમ છાની દેસાઈ કે. કે.સાર્વજનિક હાઈસ્કૂલની કૃતિ 'ડ્રાય ફલાવર આર્ટ'ને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ કૃતિ શાળાના એગ્રીકલ્ચર ટ્રેડના વોકેશનલ ટ્રેનર ડૉ.ભૂમિ દેસાઈના માર્ગદર્શનહેઠળ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ધો.૯ની વિદ્યાર્થીની ચેષ્ટા તલાવિયા અને તીર્થા તલાવિયાએ સુંદર રજૂઆત કરી હતી. હવે આ કૃતિ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. 


શાળાની આ સિદ્ધિ બદલ ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ અનિલ આર. વશી, મંત્રી પ્રવિણ ડી.વશી તથા હોદેદારોએ શાળાના આચાર્ય અશ્વિન પટેલ, માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top