દક્ષિણ ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ખુલ્લુ મુકાયું.

SB KHERGAM
0

 

દક્ષિણ ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે ખુલ્લુ મુકાયું.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર,જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર, બી.આર.સી ભવન ધરમપુર દ્વારા આયોજિત ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 22/ 12/2023 અને 23 /12 /2023 એમ બે દિવસ માટે સમારંભના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી ધરમપુર અને શ્રી ઉમેશકુમાર રૂસ્તગી નેહરુ વિજ્ઞાન કેન્દ્ર નિયામકશ્રી ,મુંબઈ  દ્વારા ખુલ્લુ મુકાયું.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નો વિકાસ, સંશોધનવૃત્તિ, વિજ્ઞાન-ગણિત જેવા વિષયોમાં રુચિ તથા વિજ્ઞાનનો સમાજ વિકાસ માટે ઉપયોગ કરવા સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલ બાળ વૈજ્ઞાનિક જિજ્ઞાસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો દર વર્ષે યોજવામાં આવતા હોય છે. આ વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવ્યો છે.

બાળવિજ્ઞાન પ્રદર્શનના પાંચ પેટા વિભાગો છે. (1) આરોગ્ય (2) જીવન- પર્યાવરણ માટે જીવનશૈલી (3) કૃષિ (4) પ્રત્યાયન અને પરિવહન (5) ગણનાત્મક ચિંતન જેવા અલગ- અલગ વિષયો પર દક્ષિણ ઝોનના સાત જિલ્લાઓ( ભરૂચ, નર્મદા, સુરત,તાપી, ડાંગ નવસારી, વલસાડ ) ની પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓ જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ડી.એલ.એડ વિભાગમાંથી કુલ 75 જેટલી કૃતિઓ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે.


આ પ્રસંગે ધરમપુરના માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા આ વિસ્તારમાં પ્રથમ વખત ઝોનકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનથી બાળકો અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ ઉપયોગી બની રહેશે નો સંદેશો આપ્યો હતો. નહેરુ વિજ્ઞાન કેન્દ્ર મુંબઈના નિયામકશ્રી ઉમેશકુમાર રૂસ્તગી દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ ખિલવવો અને અંધવિશ્વાસથી દૂર રહેવા માટેની ટૂંકી પ્રાયોગિક સમજ આપી.સાથે સાથે વિજ્ઞાનને પોતાના દૈનિક જીવન સાથે જોડવા માટે અનુરોધ કર્યો હતો.

ધરમપુર ખાતે પ્રદર્શિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈના હિતેનભાઈ ભૂતા,શ્રીમદ્  રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના સમીરભાઈ અજમેરી, સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડના કેયુરભાઈ પટેલ, તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડના પ્રવીણભાઈ શાહ, સુવિધા ઇલેક્ટ્રોનિકસ ધરમપુરના રાહુલભાઈ જેવા દાતાશ્રીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. 

ઝોન કક્ષાના બાળવિજ્ઞાન પ્રદર્શનમાં રેજીસ્ટ્રેશનની કામગીરી કરતા સી.આર.સી. મિત્રો


આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધારાસભ્ય ધરમપુર, શ્રી અરવિંદભાઈ પટેલ, નેહરુ વિજ્ઞાન કેન્દ્ર, મુંબઈના નિયામકશ્રી ઉમેશકુમાર રૂસ્તગી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મણીભાઈ ભુસારા વલસાડ,  ડૉ .યોગેશ પટેલ પ્રાચાર્યશ્રી નવસારી, શ્રી મહેન્દ્રભાઈ આર. પટેલ પ્રાચાર્યશ્રી વલસાડ, પ્રજ્ઞેશ રાઠોડ શિક્ષાધિકારી  વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર, ગોકુળભાઈ એમ. પટેલ ગુ.રા.પ્રા.શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ, રામુભાઈ પઢેર રાષ્ટ્રીય શૈ.સંઘ વલસાડના અધ્યક્ષ, ધરમુદાદા પરિહર, પંકજકુમાર પરમાર, દીપકભાઈ, સુનિલભાઈ પટેલ, રિતેશભાઈ, કેયુરભાઈ, ચિંતનભાઈ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top