આછવણી, પણંજ અને વાવમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન

SB KHERGAM
0

 આછવણી, પણંજ અને વાવમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન.


ખેરગામ તાલુકામાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન
ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસને વેગ આપતા મહત્વપૂર્ણ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમાં આછવણી ગામે મુખ્ય પ્રાથમિકમાં કમ્પાઉન્ડ બનાવવાનું કામ, ઉપરાંત પણંજ ગામે સ્મશાનભૂમિ પાસે શેડનું નિર્માણ અને ખેરગામ સરસિયા ફળિયા (મુકેશભાઈ ગુલાબભાઈ પટેલના ઘર પાસે) તેમજ વાવ રાઘવા ફળિયા ખાતે ડામર રસ્તાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી લિતેશભાઈ ગાંવિત,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,ભાજપ મહામંત્રીશ્રી ચેતનભાઈ,ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઈ રાઠોડ, વાવ ગામના ભાજપ ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ, આછવણી સરપંચશ્રી રમણભાઈ પટેલ, પણંજ સરપંચશ્રી જયશ્રીબેન, ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, વડપાડા સરપંચશ્રી પંકજભાઈ, તાલુકા પંચાયત સભ્યપતિ શ્રી મુકેશભાઈ પટેલ, આછવણી આગેવાનશ્રી ભગુભાઈ, આછવણીના માજી તાલુકા સભ્યશ્રી ભીખુભાઈ પટેલ અને વાવ ગામના ડેપ્યુટી સરપંચશ્રી નિલેશભાઈ પટેલ સહિત ભાજપ પક્ષના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
આ વિકાસ કાર્યો થકી ગામોના મૂળભૂત સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામજનોને વધુ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top