તા.17/12/2023 ના રવિવારના દિને બાવિશા ફળીયા દુલસાડ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.પાર્થ ટ્રેડર્સ,સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને રેઇનબો વોરિયર ધરમપુર અને ગ્રામ પંચાયત દુલસાડના સહિયારા સાહસ દ્વારા મહા રક્તદાન કેમ્પને ધરમપુરના લોકલાડીલા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના વરદ હસ્તે રક્તદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જિલ્લા પંચાયત સભ્યો ,તાલુકા પંચાયત સભ્યો, દરેક ગ્રૂપના સભ્યો, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજસેવક કમલેશ પટેલ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.