ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે રક્તદાન કેમ્પ યોજાયો.
ધરમપુર તાલુકાના કાકડકુવા ગામે સેવાભાવી યુવક મંડળ તથા સમસ્ત કાકડકુવા ગામ પરિવાર દ્વારા અને યુવા સાથી મિત્રો કિરણ પટેલ,હેમંત પટેલ,મનીષ દેશમુખ,અજય પટેલ અને સાથી મિત્રો દ્વારા હેમંતભાઈના જન્મ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.
જેમાં 19 યુનિટ બ્લડ એકઠું થયું હતું અને અને આજે જે સમાજમાં જાગૃતિ આવી છે એના અનુસંધાને ઘણા યુવાનો પોતાનો જન્મ દિન નિમિત્તે રક્ત દાન કેમ્પનું આયોજન કરતા થયા છે જે ખુબજ સરાહનીય કામગીરી કહેવાય.
જેમાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા રાકેશભાઈ પટેલ,આગેવાનશ્રી અશ્વિનભાઈ,માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, નાની વહિયાળ સરપંચશ્રી વિનોદભાઈ પઢેર, માજી સરપંચશ્રી જયેશભાઈ અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આવી પહેલ દરેક સમાજના યુવા મિત્રોએ કરવી જોઈએ કારણ કે આપણાં પરિવારના સભ્યોને પણ કોઈકને કોઈક વાર લોહીની જરૂરિયાત ઊભી થતી જ હોય છે.