નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલનો જન્મદિવસ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉજવાયો.

SB KHERGAM
0

   નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલનો જન્મદિવસ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઉજવાયો.

ચીખલી સ્થિત દર્શન હોટેલ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલનો જન્મદિવસ જિલ્લા તથા તાલુકા સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ હોદ્દેદારોએ શ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષક સમાજની સતત સેવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંગઠનની એકતા, શિક્ષકોના હિત માટેના આગામી કાર્યક્રમો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી. જિલ્લા અને વિવિધ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને યાદગાર બનાવ્યો.


અંતે સૌએ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી અને પરસ્પર શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું સમાપન થયુ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top