નવસારીના હિતેન પટેલની રાષ્ટ્રીય લીડરશીપ તાલીમ માટે પસંદગી
નવસારી જિલ્લાના મહુડી ગામના સરપંચ હિતેન મહેશભાઈ પટેલની રાષ્ટ્રીય સ્તરે પસંદગી ‘ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી’ દ્વારા આયોજિત 15થી 23 નવેમ્બર સુધી આસામમાં યોજાનાર વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે થઈ છે. સમગ્ર ભારતમાંથી માત્ર 40 યુવા નેતાઓ પસંદ થયા છે, જેમાં ગુજરાતમાંથી હિતેન પટેલ અને માંડવીની મિત્તલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ લોકશાહી નેતૃત્વ મજબૂત કરવા, શીખવા અને વિકાસ માટે છે. હિતેનભાઈએ જણાવ્યું કે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ મહુડી-પુણી-ભુનવાડીના વિકાસ માટે કરશે અને અન્ય યુવાનોમાં નેતૃત્વની ભાવના જાગૃત કરશે.


