વલસાડના નવનિયુક્ત કલેક્ટરશ્રી આયુષ ઓક (IAS)એ આજરોજ વલસાડ જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વલસાડ જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા. આ અગાઉ, તેઓશ્રી સુરત જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.